રાજકોટમાં યોજાયેલ બ્યુટી એક્સપોમાં મોરબીના ભાગ્યશ્રીબેનનો ત્રીજો ક્રમાંક

- text


મોરબી : ગઈકાલે તા. 7 જાન્યુઆરીના રોજ ઓલ ગુજરાત ગ્રાન્ડ બ્યુટી એક્સપો (સેમિનાર) રાજકોટમાં યોજાયેલ હતો. તેમાં બ્યુટી કોમ્પિટિશન રાખવામાં આવેલ હતી. જેમાં મોરબીમાંથી એક માત્ર સ્પર્ધક ભાગ્યશ્રીબેન ગામી એટલે કે ગોપી બ્યુટી પાર્લરએ ભાગ લીધો હતો. જેમાં મેકઅપ તેમજ હેરસ્ટાઇલ માટે ભાગ્યશ્રીબેન ગામી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા.

- text