ટંકારામાં વિધવા અને વૃદ્ધ સહાયની કામગીરીમાં નિરસતા દાખવતું તંત્ર : અરજદારો હેરાન

- text


આગેવાનોએ અરજદારોના પ્રશ્ને પ્રાંત અધિકારીને કરી રાવ

ટંકારા : એક તરફ સરકાર વિધવા અને વૃદ્ધને સહાય આપી રહી છે. બીજી તરફ આ સહાયનો લાભ મેળવવા માટે વિધવા અને વૃદ્ધને રીતસરની રઝળપાટ કરવી પડતી હોય તેવા દ્રશ્યો ટંકારામા જોવા મળી રહ્યા છે. અહીં કર્મચારિઓ દ્વારા માર્ગદર્શન આપવાની વાત તો દૂર છે પરંતુ અરજદારો સાથે તોછડાઈભર્યું વર્તન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

વહીવટી તંત્રને સ્પશર્તા પ્રશ્નો અંગે અરજદારને શાંતિથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવો જોઈએ તેવી મોરબી જિલ્લા કલેકટરે ચિંતન શિબિરમા વાત કરી હતી. પરંતુ ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાય,વૃદ્ધ સહાય, વિકલાંગ સહાય સહિતની અન્ય સહાયની પ્રક્રિયા લોલમલોલ ચાલી રહી છે. અહીં બે- બે વર્ષથી અરજદારને ધક્કા અને એક- એક કામના ત્રણ થી ચાર વાર સોગંદનામા ગરીબ અરજદારને દાઝયા પર ડામ દઈ રહ્યા છે. ગઈકાલે અરજદારોના પ્રશ્ને આગેવાન સાથે અરજદારોએ કચેરીએ ધામા નાખ્યા હોય અધિકારીએ 15 દિવસમા પ્રશ્નના નિકાલની ખાત્રી આપી હતી.

- text

મનસુખભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, દીપકભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, સાગરભાઈ સારેસા સહિતના આગેવાનો અરજદારોની વેદનાને વાચા આપવા પ્રાંત અધિકારી ખાચરને મળ્યા હતા. અને ઓપરેટરથી લઈને જવાબદાર અધિકારી સુધીના અરજીને ટલ્લે ચડાવીને વિધવા-વુધ્ધોની હેરાનગતિ કરતાં હોવાની રાવ કરી હતી. આ અંગે મામલતદાર પંડયાનો સંપર્ક કરતા ઓનલાઈનમાં ટેકનીકલ ફોલ્ટને કારણે સમસ્યા હોવાનો ઘીસોપીટો જવાબ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યા પોત્સાહન રૂપે પુરસ્કાર ન મળતો હોય ત્યાં ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની વાત જગજાહેર છે.

- text