બાદનપર ગામની સીમમાંથી ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) ટીમ દ્વારા તાલુકાના બદનપર ગામની સીમમાંથી ગેરકાયદેસર જામનરી બંદૂક સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે તા. 5 જાન્યુઆરીના રોજ મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ડાભીને મળેલ હકીકત આધારે ધુળકોટ ગામના બાદનપર ગામ તરફ જવાના રસ્તે ડાંગર પરિવારના સતીમાં મંદિર પાસે વોકળા કાંઠાવાળા ખેતર પાસે આરોપી ગફાર જુમાભાઈ લાખા (ઉ.વ. 50, ધંધો મજૂરી, રહે. ધુળકોટ પાર્થમિક શાળા પાસે, તા.જી. મોરબી) ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક નંગ 1, કી.રૂ. 2000 સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ. કીશોરભાઈ મકવાણા તથા રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર સહિતના મોરબી એસ.ઓ.જી. ટીમનો સ્ટાફ જોડાયેલ હતા.

- text