મોરબી : નવી મંજુર થયેલી મેડિકલ કોલેજ માટે નોડલ ઓફિસરની નિમણૂંક

- text


રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ પીડીયું મેડિકલ કોલેજના ડિનની મોરબીની મેડિકલ કોલેજના નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ

મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ત્યારે આ નવી મંજુર થયેલી મોરબીની મેડિકલ કોલેજમાં નોડલ ઓફિસરની સતાવર રીતે નિમણૂક કરવામાં આવી છે.જેમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ પીડીયું મેડિકલ કોલેજના ડિનની મોરબીની મેડિકલ કોલેજના નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે.

- text

કેન્દ્ર સરકારની દરખાસ્ત મુજબ રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લામાં મેડિકલ કોલેજ નથી તેવા જિલ્લામાં લોકોને વધુ આરોગ્યની સુખાકારી મળી રહે અને ઘરઆંગણે મેડિકલ છાત્રોને મેડિકલ અભ્યાસમાં સરળતા મળી રહે તે માટે મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે.જેમાં મોરબી જિલ્લા સહિતના જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે.ત્યારે રાજ્યના પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા આ નવી મંજુર કરાયેલી મેડિકલ કોલેજમાં નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોરબીની મેડીકલ કોલેજ માટે નોડલ ઓફિસર તરીકે રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના ડીનની કરાઈ નિમણૂંક કરવામાં આવી છે.

- text