મોરબીનો ટ્રાન્સપોર્ટર 11.65 લાખની ટાઇલ્સ ઓળવી ગયો : ફરિયાદ બાદ આરોપી ફરાર

- text


મોરબી : મોરબીથી ઉત્તરપ્રદેશ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટમાં મોકલેલી 11.65 લાખની કિંમતની ટાઇલ્સ મૂળ સ્થળે ન પહોંચાડીને ઠગાઈ કરવા મામલે મોરબીના કારખાનેદારે ટ્રાન્સપોર્ટર સામે ફરિયાદ નોંધાવી છે. નિયત સ્થળે માલ ન મળતા તપાસ દરમ્યાન ટાઇલ્સનો જથ્થો બારોબાર ક્યાંક ઉતારી દીધો હોવા અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

- text

મોરબીમાં જીઆઇડીસી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટી 1 માં રહેતા મહેન્દ્રભાઈ હિરજીભાઈ મુંદડીયાએ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે કે કલકત્તા લખનૌ રોડલાઇન્સના માલિક રામસિંહ રંગલાલ જાટ રહે. મૂળ પ્રતાપપુરા ગામ, તા.માલપુરા, રાજસ્થાન વાળાએ તારીખ 7 નવેમ્બરના રોજ ટ્રક નંબર RJ 06 GD 0772 તથા RJ 08 GA 2078 માં હીલસ્ટોન સીરામીક પ્રા. લી. માંથી 776734 ની કિંમતની તથા ક્રપ્ટોન ગ્રેનિટો પ્રા. લી. નામના કારખાનામાંથી રૂ. 388978 ની કિંમતની ટાઇલ્સ ભરીને ઉત્તરપ્રદેશ ખાતે ગાજીપૂર સ્થિત ગિરિજા ટાઇલ્સ એન્ડ સેનેટરીમાં મોકલાવી હતી. 31 ડિસેમ્બર 2019 સુધી આ ટાઇલ્સ ઉક્ત સ્થળે ન પહોંચાડીને બારોબાર ઓળવી જવા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. ગુન્હો દાખલ થતાં આરોપી નાસી ગયો હોય વાંકાનેર તા. પો. મથકના પો.સબ.ઇન્સ. આર. સી.રામાનુજ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

- text