મોરબી : યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત અંડર ફીફટીન માટેની વકતૃત્વ સ્પર્ધા સંપન્ન

- text


મોરબી : મોરબીમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત 15 વર્ષથી નાના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા સંપન્ન થઈ હતી. જેમાં ઓગણીસ જેટલા સ્પર્ધકોએ યે દેશ માંગે મોર…, મસાલ બનો..મિશાલ બનો.., પર્યાવરણ જાળવણી અને વ્યક્તિગત દાયિત્વ તથા ટ્રાફિક નિયમોના લાભાલાભ વિષયો પર વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને હાલના નવા ટ્રાફિકના નિયમો અમલ કરવા પર ભાર મુક્યો હતો. તેમજ હાલના ક્લાઈમેટ ચેન્જના યુગમાં પર્યાવરણની જાળવણી પર, પ્લાસ્ટિક મુક્ત પૃથ્વી કરવા માટે નાના બાળકોએ મોટેરાઓને સલાહ આપી હતી.આ સ્પર્ધામાં પ્રથમ નંબર ત્રિવેદી વિસ્મય રવિન્દ્રભાઈ, બીજો નંબર ભેંસદડીયા પ્રાચી નવીનભાઈ, ત્રીજો નંબર બે સ્પર્ધકોએ પટેલ યશરાજ કલ્પેશભાઈ અને કોટક હરિકૃષ્ણ હિતેશભાઈએ પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધકને તા.10 થી 12 જાન્યુઆરી, 2020 દરમિયાન યુવા જ્ઞાનોત્સવમાં પટેલ સમાજ વાડી ખાતે વકતવ્ય આપવાનું રહેશે અને બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ડો. ભાવેશભાઈ જેતપરિયા, પ્રો. જે. એ. પટેલ મહિલા કોલેજ, ડો. અમૃતલાલ કાંજીયા, મેઘાણીવાડી પ્રા. શાળાના આચાર્ય વિજયભાઈ દલસાણીયાએ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી.

- text