હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામગઢ બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થઇ જશે

- text


તા. 29ના રોજ મતદાન : પાંચ ગામના ૪૮૨૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

હળવદ : હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામ ગઢ બેઠકના સદસ્યનુ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી જેથી આ બેઠકની પેટાચૂંટણી યોજાઇ છે ત્યારે મતદાનને હવે માત્ર બે દિવસ બાકી રહેતા તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને ઉમેદવારો ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પણ ઉત્સાહભેર પ્રચાર કરી રહ્યા છે આજ થી આચારસંહિતાને પગલે પ્રચાર બંધ થઈ જશે

હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામ ગઢ બેઠકની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૯ને રવિવારે યોજાશે આ પેટાચૂંટણી જીતવા બે ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપમાંથી મનસુખભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી નટુભા ઝાલાનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની એક સીટ માટે પાંચ ગામના મતદારો મતદાન કરશે. મતદાનના હવે માત્ર બે દિવસ જ આડા રહેતા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા જોકે થોડા સમય બાદ તેઓનુ અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી વિજય થયા હતા જોકે તેઓનુ પણ થોડા મહિના બાદ અવસાન થતાં આ બેઠક બીજી વાર પણ ખાલી પડી હતી ત્યારે અંદાજે ચારેક વર્ષ જેટલા ટુંકા ગાળામાં આ બેઠક પરથી હાલ ત્રીજી વાર પેટાચૂંટણી યોજાઇ રહી છે જેમાં બંને પક્ષના ઉમેદવારો આજે પ્રચારના છેલ્લા દિવસે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

- text

પેટા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે : હળવદ મામલતદાર

હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામ ગઢ બેઠકની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૯ ના રોજ યોજાનાર છે ત્યારે આ અંગે હળવદ મામલતદાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું ઘનશ્યામગઢ બેઠકમાં ઘનશ્યામગઢ, નવા અમરાપર, જુના અમરાપર, ઈંગોરાળા, ચાડધ્રા સહિતના પાંચ ગામનો સમાવેશ થાય છે મતદાન મથક માટે છ બુથ ઉભા કરાયા છે આ પેટાચૂંટણીમાં ઉપરોક્ત પાંચેય ગામના ૪૮૨૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

- text