માળીયા (મી.)માં ઘર પાસે બેસવાના મામલે યુવક પર પાંચ શખ્સો દ્વારા છરી વડે હુમલો

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં જુના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં એક યુવક પાડોશીના ઘર પાસે બેસતો હોવાના મામલે યુવક પર પાંચ શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો.

- text

માળીયા (મી.)માં જુના રેલવે સ્ટેશન પાસે આવેલ વાડાના વિસ્તારમાં રહેતો તાજમહંમદ કરીમભાઈ સંઘવાણી (ઉ.વ. 25) તેના ઘર પાસે બેસતો હતો. જે તેની પાડોશમાં રહેતા કાદરભાઈ હબીબભાઈ જેડાને સારું નહીં લાગતાં તેઓએ તેનો ખાર રાખીને માળિયામાં મામલતદાર કચેરી પાસેથી જ્યારે તાજમહંમદ બાઇક લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાદર હબીબભાઈ જેડા, શુભાનભાઈ હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઇજેડા, જાકીર હબીબભાઇ જેડા અને રફીકભાઈ હાજીભાઈ મોવરે તેના ઉપર છરી વડે માથા, વાંસા અને ખભાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી, ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. માળીયા (મી.) પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text