મોરબી : પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય જ્ઞાન સાધના વર્ગ યોજાયો

- text


મોરબી : પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા તા. 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ ત્રિદિવસીય શીશુમંદિર શનાળા મુકામે જ્ઞાન સાધના વર્ગ સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં આચાર્યો, કાર્યકર્તાઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આ જ્ઞાનનો લાભ લીધો હતો. જેમાં મુખ્ય વક્તાઓ મેહુલભાઈ શાહ, પરાગભાઇ બાબરીયા, શૈલેષભાઈ ભીંડે, ભરતભાઈ ધોકાઈ, અને સુનિલભાઈ પરમાર આ કાર્યક્રમ માં ખાસ હાજર રહીને શ્રોતાઓને જ્ઞાનની સાધના કરાવી હતી.

- text

ભારતનાં ભવિષ્યની ચિંતાનાં વિષયો, પશ્ચિમી શિક્ષણ પધ્ધતિ, ભાગવત ગીતા ગ્રંથ તેમજ શાસ્ત્રો, વેદ અને પુરાણો-ઉપનિષદો વિશે વિસ્તૃત ચર્ચા સત્રો ગોઠવીને ભારતનાં ભવિષ્યનું ચિંતન કર્યું હતું. જેમાં દરેક શ્રોતાઓનાં માઁ ભારતી માટેની ચિંતા અને મુશ્કેલીઓનું નિરાકરણ અને આગળની આવતી પેઢીઓ માટે શિક્ષણની ચર્ચાનો સમાવેશ થયો હતો. અંતમાં, જ્ઞાન સાધના વર્ગનું હવે પછી આવતા સમયમાં ઝડપથી આયોજન થાય અને બીજા લોકો પણ આ વર્ગનો લાભ લઈ શકે અને માઁ ભારતીને વિશ્વ ગુરૂ બનાવવાના પ્રયાસોમાં જોડાઈ શકે એવા અનુભવો અને આશાઓ વર્ગના શિક્ષાર્થીઓએ વ્યક્ત કરી હતી.

- text