મોરબી : વ્યાજે લીધેલા રૂ.7 લાખનું વ્યાજ રૂ.2.50 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ત્રાસ આપ્યો

- text


યુવાને કપડાના ધંધા માટે વ્યાજે લીધેલા રૂપિયાનું તોતીગ વ્યાજ ચૂકવી દીધું છતાં ત્રણ શખ્સોએ મૂળ રકમની પઠાણી ઉઘરાણી કરતા યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં વધુ એક વ્યાજખોરો ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવાને કાપડના ધંધા માટે રૂ.7 લાખ 5 ટકાના વ્યાજે લીધા બાદ રૂ. 2.50 લાખનું વ્યાજ ભરી દીધા છતાં ત્રણ વ્યાજખોર શખ્સોએ મૂળ રકમની પઠાણી ઉઘરાણી કરીને તેની માતાને ફડાકા ઝીકયા હતા. આ બનાવ અંગે યુવાનની માતાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દયાબેન જેઠાભાઇ ખેતાભાઇ પરમાર ઉ. વ. ૬૦ ગોકુલનગર શેરી નં -૧૦ મોરબી વાળાએ શક્તીસીંહ ઝાલા, માધવ બોરીચા અને ટીનો બોરીચા નામના ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી દશેક માસથી આજદીન સુધી ગોકુલનગર શેરી નં ૧૦ મોરબી શનાળા ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીના દીકરા ધનસુખે કાપડની દુકાનમા વેપાર કરવા માટે આરોપીઓ પાસેથી રૂપીયા 7 લાખ પાંચટકાના વ્યાજે લીધા હતા. જેનું ફરીયાદીના દીકરા દર્શને આરોપીને આજદીન સુધીમા કટકે કટકે રૂપીયા 2.50 લાખનું વ્યાજ ચુકવેલ હોવા છતા આરોપીઓ વ્યાજનું વ્યાજ ગણી રૂપીયા 7 લાખની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓ પોતે વ્યાજે રૂપીયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતા ફરીયાદીના દીકરા ધનસુખને વ્યાજે રૂપીયા આપી તેની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ ફરીયાદીને બે ત્રણ લાફા મારી તથા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તેમની ફરિયાદના આધારે એ ડિજિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુજરાત શાહુકાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text