વાંકાનેરના રાતીદેવળી ગામે યુવાનને પથ્થરનો ધા મારી દાંત પાડી નાખ્યો

- text


અંગત અદાવતમાં બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે અંગત અદાવતમાં યુવાનને બે શખ્સોએ માર મારી તથા છુટા પથ્થરનો ધા મારી તેનો એક દાંત પાડી નાખ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિશાલભાઇ ચતુરભાઇ વોરા ઉ.વ.૨૫ રહે રાતીદેળી વાંકાનેર વાળાએ દીવ્યેશભાઇ મુકેશભાઇ ગુગડીયા, મીતુલભાઇ મુકેશભાઇ ગુગડીયા રહે બન્ને રાતીદેવડી, વાંકાનેર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે,તા.૧૩ ના રોજ રાતીદેવડી ગામે બનેલા આ બનાવમાં આરોપીએ ફરીયાદીને ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પડતા તે બાબતે આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી પથ્થર ઉપડી છુટો ધા ફરીયાદીના મોંઢા પર કરતા હોઠના ભાગે ઇજા થતા એક દાંત પડી ગયો હતો.બાદમાં યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text