હડમતિયામાં સામાજિક કાર્યકરે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ની મદદથી બે શ્વાનોની જિંદગી બચાવી

- text


અકસ્માતમાં ઇજા થયા બાદ બન્ને શ્વાનોની સારવાર કરાવી માનવતાની જ્યોત અખંડિત રાખી

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે નિર્દોષ અને અબોલ તેમજ માણસના વફાદાર ગણાતા પ્રાણી શ્વાનો પર અજુગતા કોઈઅે વાહનના વ્હીલ ચડાવી દેતા આ શ્વાનો ગંભીર રીતે કમરના ભાગે ઈજાગ્રસ્ત થતા ગામના જ ભરતભાઈ ડાકાએ સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી રમેશ ખાખરીયાને જાણ કરતા જ ગુજરાત સરકારની અબોલ જીવ પશુ-પક્ષીઓ માટેની ટોલ ફ્રી ધરાવતી ૧૯૬૨ “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ” ને તત્કાલ ફોન કરી ઘવાયેલા બંને શ્વાનોને સારવાર કરાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું

- text

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો પહેલા પણ કોઈ અજાણ્ય શખ્શોએ એક ધણખુંટને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને લોહીલુહાણ કર્યું હતું.ત્યારે પણ જીવદયાપ્રેમી અને સામાજિક કાર્યકરે ગુજરાત સરકાર દ્વારા અબોલ પશુ-પક્ષીઅો માટે ટોલ ફ્રી ૧૯૬૨ નંબર ધરાવતી “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ” ની સેવા અપાવી માનવતાની મિશાલ જલતી રાખી હતી અને આ સેવા અબોલ જીવો માટે વરદાનરુપ સાબિત થઈ રહી છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયામાં ગલીઓમાં પેટ ભરવા રખડતા ભટકતા તેમજ રાત્રી સમયે નિશાચરોની પણ ચોકીફેરા કરતા માણસ માટે હંમેશા વફાદાર ગણાતા શ્વાનોને ઘાયલ જોઈ ગામના જાગૃત સામાજિક કાર્યકર અને જીવદયાપ્રેમી રમેશભાઈ ખાખરીયાએ તત્કાલિન અસરથી ગુજરાત સરકારની પશુપાલન ટોલ ફ્રી ૧૯૬૨ સેવા આપતી કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા પાયલોટ વિજયભાઈ ગઢવી તેમજ ડો. મેહુલ ધોકિયા ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને બંને શ્વાનોને ઈન્જેંક્શન આપી સારવાર આપી હતી. આ સમયે ભરતભાઈ ડાકા, કોમલભાઈ ડાકા જેવા જીવદયાપ્રેમીઓ હાજર રહી જહેમત ઉઠાવી હતી.

- text