મોરબીમાં મારા દીકરાને ધરે કેમ લાવ્યા તેમ કહી વૃદ્ધે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

- text


પોલીસે વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસ એક આરોપીની તપાસ માટે તેના ઘેર લઈ ગયા બાદ આરોપીના પિતાએ મારા દીકરાને અહીં કેમ લાવ્યા તેમ કહીને દેકારો કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.બી ડિવિઝન પોલીસે વૃદ્ધ સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.ક્રિપાલસીંહ વનરાજસીંહ ચાવડાએ સામજીભાઇ બાબુભાઇ જંજવાડીયા ઉવ ૬૦ રહે ત્રાજપર ગામ મોરબી વાળા સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૭ના રોજ ત્રાજપર ઝાપા પાસે બનેલા આ બનાવમાં આરોપી દિપકભાઇ ઉર્ફ મુંગો સામજીભાઇ વાળાને તપાસના કામે તેના રહેણાક મકાન પાસે લઇ જતા આરોપીએ સાહેદ કિશોરદાન ગઢવીને કહેવા લાગેલ કે કેમ મારા દિકરાને અહી લાવેલ છો તેમ કહી દેકારો કરવા લાગતા સાહેદ કિશોરદાન ગઢવીએ આરોપીને સમજાવવા જતા તેઓની સાથે આરોપીએ બોલાચાલી કરી તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.બાદમાં પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી હતી.આ બનાવની વધુ તપાસ મોરબી સીટી બી ડીવીજન,પો સબ ઇન્સ બી યુ સોઢા ચલાવી રહ્યા છે

- text