હળવદના વેગડવાવ રોડની રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ

- text


હળવદ : હળવદના ભાજપ પ્રમુખ તપનકુમાર દવે દ્વારા વેગડવાવ રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવર બ્રિજ / અંડર પાસ બનાવવા અંગે સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે હળવદના વેગડવાવ રોડ પર આવેલ રેલવે ફાટક પરથી અનેક વખત ટ્રેનની અવરજવર થતી હોવાથી રેલવે ફાટક વારંવાર બંધ રહેતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હળવદથી ટીકર, વેગડવાવ સહીત 22 ગામના લોકો અને રાહદારીઓને આ ફાટક ક્રોસ કરી આવવું-જવું પડે છે. ત્યારે ફાટક વારંવાર બંધ રહેતું હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી, રેલવે ફાટક પર ઓવર બ્રિજ / અંડર પાસ બનાવવાની રજૂઆત સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને કરી રેલવે વિભાગમાં ઉચ્ચ કક્ષાએ આ બાબતની ભલામણ કરવાની માંગ કરાઈ છે.

- text