મોરબીની સીરામીક કંપનીમાં કામ કરતો શખ્સ રાજકોટમાં ચોરાઉ એક્ટિવા સાથે ઝડપાયો

- text


મોરબી : રાજકોટ સીટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળ દાહોદ રહેતા અને મોરબીમાં એક સીરામીક કંપનીમાં કામ કરતા એક્ટિવા ચોરીના આરોપીને રાજકોટમાં કુવાડવા હાઇવે પરથી પકડી પાડવામાં આવ્યો હતો.

ગઈકાલે તા. 3 ડિસેમ્બરના રોજ રાજકોટ સીટી ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીમાં માળીયા રોડ પર આવેલ સિરામિકની લિયોલી કંપનીમાં મજૂરી કામ કરતા આરોપી અલ્પેશભાઈ કનુભાઈ પરમાર (ઉ.વ. 27, રહે. મીનાકયા ગામ, તા. દાહોદ)ને તેણે ચોરી કરેલા સફેદ કલરનું એક્ટિવા મોટર સાઇકલ નં. GJ03HN9697 કી. રૂ. 30,000 સાથે રાજકોટના કુવાડવા હાઇવે રોડ પર પટેલ વિહારથી નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.

- text

રાજકોટ સીટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટક કાર્ય બાદ આરોપીએ ગત તા. 30 નવેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મોરબીના નવા બસ સ્ટેશન ખાતેથી તે એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

- text