નેસડા (ખા.)ના રહેવાસી સૈનિક પ્રકાશભાઈ ભાડજાને નિવૃત્તિ સમયે શુભેચ્છા

- text


મોરબી : નેસડા (ખા.) ગામના રહેવાસી સૈનિક પ્રકાશભાઈ ઓધવજીભાઈ ભાડજા દેશની સેવા પૂર્ણ કરી નિવૃત થયા છે. તેઓએ નૈતિકતાથી પોતાની ફરજ નિભાવી દેશની સેવા કરી હતી. કુટુંબ, ગામ, મિત્રોથી દુર રહી દેશ માટે ઠંડી, ગરમી કે કોઈપણ આકરી પરિસ્થિતિમાં પણ ખડે પગે રહી દેશની સેવા કરતા સૈનિકોમાથી એક સૈનિક પ્રકાશભાઈ ભાડજા પણ હતા. જે માટે સમસ્ત ગામ ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ પ્રકાશભાઈનો નિવૃત્તિનો સમય આનંદ, ખુશી અને પ્રગતિમય બની રહે તેવી સમસ્ત નેસડા(ખા) ગામ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી છે.

- text