મોરબીના શક્તિપ્લોટ શેરીમાંથી મોટર સાયકલની ચોરી

- text


મોરબી : મોરબીના શક્તિપ્લોટ શેરીમાંથી પાર્ક થયેલા મોટર સાયકલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતો વિગતો મુજબ મોરબીના શકિતપ્લોટ શેરી નં.-૧૧ માં રહેતા વિનોદભાઈ મુકુંદભાઈ સોલંકી ઉ.વ.62એ ગત તા.૨૮ના રોજ મોરબી શકિતપ્લોટ શેરી નં.-૧૧ માં તેમના ઘર પાસે GJ-03-FQ-1015 નંબરનું મોટર સાયકલ.પાર્ક કર્યું હતું.જે રાત્રી દરમિયાન અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.આથી આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text