મોરબી તાલુકા સરપંચ એસો.દ્વારા વીમા કંપનીની પાક વીમો ચુકવવામાં ડાડાંઈનો વિરોધ

- text


વીમા કંપનીઓના અન્યાયકારી વલણ મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી 100 ટકા પાક વીમો ન ચૂકવાઈ તો આંદોલન કરવાની ચીમકી આપી

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠાના બેવડા મારને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તેમાંય વીમા કંપનીઓ ખેડૂતોને પાક વિમાનું વળતર ચૂકવવા મામલે ડાડાંઈ કરતી હોવાની ફરિયાદ સાથે આજે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરપંચોએ ખેડૂતો સાથે વિરોધ પ્રદશન કરીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અતિવૃષ્ટિ અને માવઠાની નુકશાનીનું વળતર ચૂકવવા વીમા કંપની અન્યાયકારી વલણ ન છોડે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના નેજા હેઠળ મોરબી તાલુકાના સરપંચો અને ખેડૂતો આજે તાલુકા પંચાયત કચેરીએ વીમા કંપનીઓની આડોળાઈનો વિરોધ કરવા એકઠા થયા હતા અને સરપંચોએ વીમા કંપનીની ખેતીમાં નુકશાનીનું સર્વે કરવાની અણઘડ નીતિને વખોડી કાઢી હતી.વીમા કંપનીની આડોળાઈનો જોરદાર વિરોધ કર્યો હતો.બાદમાં મોરબી તાલુકાના સરપંચોએ કલેકટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે,આ વર્ષે મોરબી જિલ્લો ચોમાસામાં અતિવૃષ્ટિથી ભારે પ્રભાવિત રહ્યો છે. ચોમાસામાં બે થી ત્રણ વખત ભારે વરસાદ પડતાં અને ઉપરથી દિવાળી પછી પણ માવઠું થવાથી બબ્બે વખત કરેલું વાવેતર નિષફળ ગયું છે.આથી અતિવૃષ્ટિ અને માવઠાના બેવડા મારથી મોરબી જિલ્લાના ખેડૂતો બેહાલ થઈ ગયા છે.

- text

આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોને આ સ્થિતિમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારે કરોડોનું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ જવાબદાર વીમા કંપનીએ ભારે અન્યાયકારી નીતિ અપનાવતી હોવાના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને પાક ધિરાણનો લાભ મળવો મુશ્કેલ બન્યો છે.અતિવૃષ્ટિ અને માવઠાથી મોરબી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રભાવિત છે.પાકને મોટું નુકસાન થયું છે તેમ છતાં વીમા કંપનીઓ ભારે આડોળાઈ કરી રહી હોય અને સામેછેડે ખેડૂતો અજ્ઞાન અને અભણ હોવાથી પોતાના હક્ક માટે લડત ચલાવી શકતા નથી. તેથી ખેડૂતોની આ વેદનાની વહારે સરપંચો આવી તેમને પોતાના હક્કનો યોગ્ય મળે તે માટે આજે સરપંચોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સરપંચોએ ઉગ્ર માંગ કરી છે કે સરકારે ખેડૂતોને નુકશાની વળતર ચૂકવવા માટે કરોડોનું પેકેજ ફાળવ્યું છે. તેમ છતાં વીમા કંપનીઓ ખેડૂતોને 100 ટકા પાક વીમો ચૂકવતી કેમ નથી ? વીમા કંપનીઓ ખેડૂતોને તેનો હક્ક આપવામાં શુ પેટમાં દુઃખે છે ? આ સાથે કલેકટરને આવેદ આપી મોરબી તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને 100 ટકા પાક વીમો ચુકવવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text