મોરબી : ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે જનજગૃતિ માટે વિશાળ રેલી યોજાઈ

- text


બંધારણના આમુખનું વાંચન બાદ કોર્ટ કંપાઉન્ડથી ગાંધીચોક પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલી રેલીમાં વકીલો,પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા

મોરબી : મોરબીમાં ડ્રિસ્ટિકટ કોર્ટ દ્વારા આજે બંધારણ દિવસ નિમિત્તે જનજગૃતિ માટે વિશાળ રેલી નિકળી હતી. જેમાં બંધારણના આમુખના વાંચન બાદ કોર્ટ કંપાઉન્ડથી શહેરના ગાંધીચોક પાસે નગરપાલિકામાં આવેલ ડો.આંબેડકરની પ્રતિમા સુધી બંધારણ રેલી યોજાઈ હતી. આ બંધારણ રેલીમાં વકીલો,પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોરબી જિલ્લા કોર્ટ દ્વારા આજે બંધારણ દિવસ નિમિત્તે બંધારણના મૂલ્યોની જાળવણી માટે લોકોને જાગૃત કરવા બંધારણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોર્ટ કંપાઉન્ડ ખાતે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. આ બંધારણના આમુખના વાંચનમાં ડિસ્ટ્રીકટ જજ ઓઝા સાહેબ, જિલ્લા કલેકટર જે.બી.પટેલ,જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા,અધિક કલેકટર કેતન જોષી સહિતના જોડાયા હતા. બાદમાં સામાકાંઠે કોર્ટ કંપાઉન્ડ ખાતેથી બંધારણ રેલીનું પ્રસ્થાન થયું હતું. આ બંધારણ રેલીમાં વકીલો, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલના વિધાર્થીઓ બેનરો સાથે જોડાયા હતા. કોર્ટ કંપાઉન્ડથી ગાંધીચોક પાસે નગરપાલિકા કચેરીમાં આવેલ ડો.બાબા સાહેન આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢીને વિધાર્થીઓએ વિવિધ બેનરો પ્રદર્શિત કરીને બંધારણ વિશે લોકોને જાગૃત કરવાનો હકારાત્મક પ્રયાસ કર્યો હતો.

- text