અમદાવાદની પરિણીતા પર મોરબીમાં ગેગરેપ : ત્રણ શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

- text


મોરબીના કારખાનામાં કામ આપવાની લાલચ આપી મોરબી બોલાવીને ત્રણ શખ્સોએ કુકર્મ આચર્યું : અમદાવાદમાં ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે જીરો નંબરની ફરિયાદથી ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : અમદાવાદની પરિણીતા પર મોરબીમાં ગેગરેપ થયાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ત્રણ શખ્સોએ અમદાવાદની પરિણીતાને મોરબીના કારખાનામાં કામ આપવાની દેવાની લાલચ આપી મોરબી બોલાવી હતી અને બાદમાં તેણીને કારમાં કુબેર ચોકડી પાસેના કારખાનામાં લઈ જઈને ત્રણેય શખ્સોએ પરિણીતા પર બળજબીરીથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવની પરિણીતાએ અમદાવાદમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિજન પોલીસે જીરો નબરથી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ રહેતી પરિણીતાએ અમદાવાદના જ શખ્સ મુકેશ પટેલ, રમેશભાઈ અને જયદીપભાઈ સામે સામુહિક દુષ્કર્મની અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી મુકેશ પટેલે પરિણીતાને મોરબીમાં આવેલા એક કારખાનામાં કામ આપવાની દેવાની લાલચ આપી હતી અને તેણીને મોરબી આવવા કહ્યું હતું આથી મોરબીના કારખાનામાં નોકરી મેળવામાં માટે આરોપીના વિશ્વાસમાં આવી જઈને તેણી ગતતા.17 નવેમ્બરના રોજ મોરબી આવી હતી અને મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપીઓ પરિણીતાને સફેદ કલરની આઈ ટવેન્ટી કારમાં બેસાડીને મોરબી નજીક કુબેર ચોકડી પાસે આવેલ કારખાનામાં લઈ ગયા હતા અને જ્યાં પરિણીતા પર બળજબીરીથી ત્રણેય શખ્સોએ વરાફરતી ગેગરેપ કર્યો હતો.બાદમાં પરિણીતા અમદાવાદ પહોંચીને આ બનાવની ફરિયાદ નોંધાવી હતી અને અમદાવાદમાં જીરો નબરથી ફરિયાદ નોંધાઈને મોરબી ફોરવર્ડ થઈને આવતા આજે બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text