મોરબી જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં : ત્રણ માસમાં છ શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

- text


એસપીએ અસામાજિક તત્વો પર ધોસ બોલાવી : 6 શખ્સોની પાસ હેઠળ અટકાયત કરી જેલહવાલે કર્યા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ અસામાજિક તત્વો પર ધોસ બોલાવી છે.દારૂ સહિતની અસામાજિક પ્રવૃતિઓ કરતા છ શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની જિલ્લા પોલીસ વડાની દરખાસ્તને કલેકટરે મંજૂરી આપતા એલસીબી સહિતની પોલીસે આ છ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને જુદીજુદી જેલમાં ધકેલી દીધા હતા.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરીને છેલ્લા ત્રણ માસમાં 4 માથાભારે શખ્સો અને બે બુટલેગરો મળીને કુલ 6 શખ્સોને જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમના આધારે જેલહવાલે કર્યા હતા.જેમાં ટંકારના જબલપુરના બાબુભાઇ ઉર્ફે બાબુડોન હીરાભાઈ ઝાપડાની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યમસ્થા જેલમાં અને હળવદના માથકના પિન્ટુ ઉર્ફે પ્રકાશ અશોકભાઈ બોરાણીયાની પાસા હેઠળ મોરબી એલસીબીએ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.મોરબી જેલરોડ ઉપર રહેતા જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરાની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી લાજપોર સુરત જેલમાં તથા થાનગઢના નવઘણ વરશીભાઈ દેગમાની વાંકાનેર સીટી પોલીસે અકટકાય કરી લાજપોર સુરત જેલમાં અને દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલી જયશ્રીબેન ભુપતભાઇ કોળી રહે માટેલની મોરબી એલસીબીએ અટકાયત કરી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તેમજ બુટલેગર સત્યનારાયણ ઉર્ફે સતું શ્રીચંદ યાદવ હરિયાણાની એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો. જેના પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફળાટ મચી ગયો છે.

 

 

- text