મોરબીમાં બે યુવાનોને પાડોશી સહિત બે શખ્સોએ માર માર્યો

- text


મોરબી : મોરબીના લાયન્સનગર પાસે આવેલ ફિદાઈ પાર્કમાં રહેતા બે યુવાનોને પાડોશી સહિત બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાયન્સનગરમાં આવેલ ફિદાઈ પાર્કમાં રહેતા અલ્તાફભાઈ આશકભાઈ જવાણી ઉ.વ.19 નામના યુવાને અકબરભાઈ શરીફભાઈ ખેતાણી અને એક અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી હતી કે, મોરબી લાયન્સનગર ફીદાઇપાર્ક સોસાયટીમાં બનેલા આ બનાવમાં ફરીયાદીના પાડોશી અકબરભાઇ બચુભાઇ ધમાણીને તેના ઉપરના મકાન વાળા શરીફભાઇ ખેતાણી સાથે બોલાચાલી થતા શરીફભાઇના દીકરા અકબર તથા એક અજાણ્યો ઇસમ ફરીયાદીને તથા સાહેદને લાકડીથી તથા ઢીકા પાટુનો માર મારતા ફરીયાદી પડી જતા માથાના ભાગે ઇજા થતા તથા સાહેદને મુઢ ઇજા થતા ફરીયાદી તથા સાહેદ મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text