મોરબી તાલુકાના દરીયાકિનારા નજીકના ગામોમાં તંત્ર દ્વારા વાવાઝોડાં અંગે સમજણ અપાઈ

- text


ટીડીઓ સહિતની ટિમ અંતરિયાળ ગામ સામપરમા 2 કિમિ સુધી ચાલીને પહોંચ્યા : સગર્ભા મહિલાને હોસ્પિટલ ખસેડાઇ

મોરબી : મહા વાવાઝોડાની સંભવત અસરને પગલે મોરબી તાલુકા વિકાસ અધિકારીની ટીમે દરિયાકીનારે આવેલા વિવિધ ગામોમાં જઈને લોકોને વાવાઝોડાં અંગે સાવચેત કરીને શુ શુ ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ ટિમ દ્વારા ઝીંઝુડા, ઉટબેટ, સામપર, રામપર અને પાડાબેકર સહિતના ગામોમાં વિઝીટ કરવામાં આવી હતી. જેમા તાલુકા વિકાસ અધિકારી પી.એ.ગોહિલની સાથે પોલીસ સ્ટાફ, મેડિકલ ટિમ, તાલુકા પંચાયત ટિમ, તલાટી અને સરપંચ સહિતના જોડાયા હતા.

- text

સામપર ગામ અતિ અંતરિયાળ હોય ત્યાં પહોંચવા માટે વાહન જઇ શકે તેમ ન હોય ટીડીઓની ટીમે 2 કિમિ ચાલીને ત્યાં જઈને લોકોને સમજણ આપી હતી. તેમજ ત્યાંની સ્થાનિક સગર્ભા મહિલાને ત્યાંથી આમરણ હોસ્પિટલમાં ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે દરેક અસરગ્રસ્ત ગામોમાં તેમજ સેલ્ટર હોમમાં તલાટી મંત્રીઓ અને સરપંચો હાજર રહેવાના છે.

- text