મોરબીના ચાર વેપારી મિત્રોની કારને કચ્છ નજીક નડ્યો અકસ્માત : તમામનો આબાદ બચાવ

- text


અકસ્માતમા જાનહાની થયાની સોશિયલ મીડિયામાં અફવા ઉડી

મોરબી : મોરબીના ચાર વેપારી મિત્રો આબુ જઇ રહ્યા હતા. ત્યારે કચ્છ નજીક તેઓની કારને અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માતમા ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો. તમામને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. પરંતુ સોશ્યિલ મીડિયામાં આ અકસ્માતમાં જાનહાની થઈ હોવાની ખોટી અફવા પણ ફેલાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ગિફ્ટ આર્ટીકલનો ધંધો કરતા ચાર મિત્રો પોતાના આબુ ખાતે આવેલા વેપારી પાસે જઈ રહ્યા હતા ત્યારે કચ્છના મેવાસા ગામ પાસે તેની GJ 36 EP 6670 નંબરની કારને પાછળથી એક વાહને ટક્કર મારતા આગળના ભાગે ટેન્કર વચ્ચે હોય તેમની કારનો બન્ને વાહનો વચ્ચે બુકડો બોલી ગયો હતો. જો કે આ કારમાં બેઠેલા કપિલ મનસુખભાઈ બાવરવા, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ તેમજ કાનાભાઈ બાવરવાનો આબાદ બચાવ થયો હતો. તમામને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. પરંતુ સોશ્યલ મીડિયામાં આ અકસ્માતની ફોટા સાથેની પોસ્ટ ફરી રહી છે. જેમાં જાનહાની થઈ હોવાની થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વાત અફવા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text