ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતે શિવકથાની ભોજનશાળાનો મંડપ ભારે પવનથી ઉખડયો

- text


આવતીકાલે સીએમ રૂપાણી શિવકથામાં હાજરી આપશે જ : મહાકાળી આશ્રમના સંચાલક

હળવદ : મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાયો હતો. તેજ પવનને કારણે હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમે ચાલી રહેલી શિવકથાના ભોજનશાળાનો મંડપ ઉખડી ગયો હતો.જેથી ભારે અફડાતફડી મચી ગઇ હતી. જો કે લોખંડનો હોવાના કારણે શિવકથાનો મંડપ બચી ગયો હતો. જ્યારે મહાકાળી આશ્રમના સંચાલકોએ વાવાઝોડાંથી અસરથી જમણવારનો મંડપ ઉખડી ગયાની સામાન્ય ઘટના બની હોવાનું જણાવીને આવતીકાલે આ શિવકથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે જ એવું જણાવ્યું હતું. હળવદ તાલુકાના ચરાડવામાં દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું અયીજન કરવામાં આવ્યું છે.જેમાં કચ્છના કથાકાર પૂ. કશ્યપભાઇ જોષી અને વાંકાનેરના શાસ્ત્રી પૂ. દર્શનભાઇ રાવલના આચાર્યપદે આયોજીત રૂદ્રયાગનો દરરોજ સેંકડો ભાવિક ભકતજનો લાભ લઇ રહ્યા છે.

- text

જ્યારે આવતીકાલે તા. 3ને રવિવારે સવારે 9 વાગ્યે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહેશે. તેઓ બે કલાક કથામાં રોકાશે. તે દરમિયાન મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની આગાહી વચ્ચે આજે બપોરે બાદ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમા વાતાવરણ અચાનક પલટયું હતું અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે પવનને કારણે ચરાડવા ખાતે મહાકાળી આશ્રમ ખાતે યોજાયેલી શિવકથાના ભોજનશાળાનો મંડપ ઉખડી ગયો હતો. જો કે લોખંડનો મંડપ હોવાના કારણે કથાનો મંડપ બચી ગયો હતો. જ્યારે આ અંગે મહાકાળી આશ્રમ સાથે સંકળાયેલા રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સામન્ય ઘટના બાદ યોગ્ય સઘન વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતીકાલે સીએમ રૂપાણી શિવકથામાં હાજરી આપશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text