મોરબીની કોલેજ અને સંસ્થા દ્વારા બોર્ડર પર જઈને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી

- text


ભુજ પાસેની ઇન્ડિયા -પાકની બોર્ડર પર જાંબાઝ સૈનિકોને મીઠાઈ અને ફરસાણની ભેટ આપીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

મોરબી : દેશની સીમા પર સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવતા દેશના વીર સૈનિકો પોતાની ફરજ નિષ્ઠાને કારણે દિવાળી પર્વ મનાવી શકતા નથી.ત્યારે મોરબીની એક કોલેજના વિધાર્થીઓ અને સંસ્થાના અગ્રણીઓ ઇન્ડિયા પાકની ભુજ પાસે આવેલ બોર્ડર પર રૂબરૂ જઈને સૈનિકો સાથે આત્મીત્યતા પૂર્વક દિવાળીના તહેવારોની ઉજવણી કરી હતી અને સૈનિકોને શુદ્ધ ધીની મીઠાઈ તથા ફરસાણની ભેટ આપીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

દેશના જાંબાઝ સૈનિકો બોર્ડર પર રાત દિવસ ફરજ બજાવતા હોવાના કારણે દિવાળીનો તહેવાર ઘરે જઈને મનાવી શકતા નથી.જોકે દેશની રક્ષા માટે પોતાના જાનની બાઝી લગાવતા વીર સૈનિકો પ્રત્યે સમગ્ર દેશને બહુમાન છે.ત્યારે દેશની રક્ષા કરતા આ ભરતમાતાના સપૂતો પણ દિવાળી પોતાના પરિવારની જેમ હૂંફ સાથે ઉજવે તેવી ભાવનાનો અહેસાસ કરાવવા માટે મોરબીની પી.જી.પટેક કોલેજ અને લીઓ કલબ, લાયન્સ કબલ મોરબી નઝરબાગ દ્વારા છેલ્લા બે વર્ષથી બોર્ડર પર રૂબરૂ જઈને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.જેમાં પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ અને વિધાર્થીઓ તથા આ સંસ્થાના અગ્રણીઓ ખૂબ આત્મીયતા પૂર્વક એક્દમ પારિવારિક માહોલમાં બોર્ડર પર રહેલા સૈનિકો સાથે દિવાળી ઉજવે છે અને સમગ્ર દેશ આ જાંબાઝ સૈનિકોનો એક પરિવાર હોવાની ભાવનાનો અહેસાસ કરાવે છે.

- text

ત્યારે આ વખતે પણ આ કોલેજ અને સંસ્થાઓ દ્વારા દાતાઓના સહયોગથી બોર્ડર પર જઈને સૌનિકો સાથે દિવાળી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રિન્સિપાલ, વિધાર્થીઓ અને સંસ્થાઓના અગ્રણીઓ સહિત 25 સભ્યો ડ્રાઈફ્રુટ સાથેની 650 કિલો શુદ્ધ મીઠાઈ અને 350 કિલો ફરસાણ લઈને ઇન્ડિયા પાકની ભુજ બોર્ડર પર રૂબરૂ પહોંચી ગયા હતા અને ભુજ બોર્ડરની રક્ષા કરતા વીર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી..તેમને મીઠાઈ અને ફરસાણની ભેટ આપીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.જોકે એકદમ પ્રરિવારીક માહોલમાં સૈનિકોને મીઠાઈ વહેંચીને દિવાળીની ઉજવણી કરી હતી.

- text