મોરબીના આંદરણા ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષની બાળકીનું મોત

- text


મોરબી : મોરબીના આંદરણા ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેની મળતી વિગતો અનુસાર આંદરણા ગામે એક રહેણાંક મકાનમાં આવેલી પાણીની કુંડીમાં ધ્રુવી કરશનભાઈ ચાવડા ઉ.વ.3 નામની બાળકી કોઈ કારણોસર પડી ગઈ હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.

- text

- text