માળીયા કન્યા શાળામાં શિક્ષકનો નિવૃત્તિ સમારંભ યોજાયો

- text


માળીયા (મી.) : શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય. શિક્ષકનો વ્યવસાયએ પવિત્ર વ્યવસાય છે. જેમાં ચંચળ વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું હોય છે. બાળ માનસને ધ્યાનમાં રાખી એનું ભણતર, ઘડતર અને ગણતર કરવાનું હોય છે. શિક્ષક તરીકેના લાંબા કાર્યકાળમાં શિક્ષક પાસેથી અનેક વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ગ્રહણ કરે છે ત્યારે માળીયા કન્યા શાળામાં સતત ઓગણીસ વર્ષથી ફરજ બજાવતા ધૂળજીભાઈ વી. ડામોર વયમર્યાદાના કારણે નિવૃત થતા સમગ્ર તાલુકા શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધૂળજીભાઈ ડામોરે સતત 21 એકવીસ વર્ષ સુધી આ શાળામાં ફરજ બજાવી હતી.

આ પ્રસંગને દિપાવવા અને નિવૃત થતા શિક્ષકની સેવાને બિરદાવવા મયુર એસ. પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પ્રમુખ અને દિનેશભાઈ આર. હુંબલ મહામંત્રી, દિનેશભાઈ ડી. વડસોલા કાર્યાલય મંત્રી – જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી, જિજ્ઞાબેન અમૃતિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રભાતભાઈ લાવડિયા સિનિયર ઉપપ્રમુખ – જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, હસુભાઈ વરસડા મહામંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ ડી. વી. ડામોરના શાંત, સાલસ સ્વભાવ, એમની સમયબ્ધતા, કર્તવ્ય નિષ્ઠા, શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના લગાવને બિરદાવ્યા હતા. સમગ્ર શાળા પરિવાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ભેટ અને સ્મૃતિચિહ્નન અર્પણ કર્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન ધર્મિષ્ઠાબેન પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text


- text