વાંકાનેર સિવિલ કોર્ટ ખાતે લાભાર્થીઓને માં અમૃતમ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું

- text


 

વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા થોડા સમય પહેલાં ગુજરાત સરકારની આરોગ્યલક્ષી સેવા મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય યોજના અંતર્ગત સિવિલ કોર્ટ ખાતે એક કેમ્પ યોજી લાભાર્થીઓના ફોર્મ ભરાવેલ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે માં અમૃતમ કાર્ડ બનાવવા માટેનુ આયોજન કરેલ. જેમાં 165 લાભાર્થીઓના માં અમૃતમ કાર્ડ બનાવવાની કામગીરી કરેલ.

જે લાભાર્થીઓના માં અમૃતમ કાર્ડ બની કમ્પલેટ થઈ આવતાં આજે વાંકાનેર સિવિલ કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેનશ્રી બી.વી. પરમાર (પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ), એમ.સી. પટેલ (એડી. સિવિલ જજ), એ.પી. જોશી (બીજા અધિક સિવિલ જજ), સરકારી વકીલ સી.એલ. દરજી, એસ.બી. સોલંકી, એ.એન. પટેલ, તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી હરદેવસિંહ ગોહિલ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ના પી.એલ.વી. હરદેવસિંહ ઝાલા દ્વારા લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવેલ.

- text

વાંકાનેર : વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોઈપણ નાગરિકનો આર્થિક કે અન્ય કોઈ અસમર્થતાને લીધે ન્યાય મેળવવાનો અધિકાર છીનવાઈ ન જાય તે બાબતને ધ્યાનમાં રાખી મફત કાનૂની સહાય આપવામાં આવે છે. કાનૂની સહાયમાં વ્યક્તિને તેની મેટર કોર્ટમાં દાખલ કરવા માટેનો ટાઈપિંગ ખર્ચ, કોર્ટ ફીનો ખર્ચ તેમજ નકલ કે ખરી નકલનો જે કાંઈ ખર્ચ થાય અને વકીલ રોકવાનો જે કાંઈ ખર્ચ થાય તે કાનૂની સેવા સમિતિ ભોગવે છે સામાન્ય રીતે કોઈપણ પ્રકારની દિવાની, ફોજદારી, મહેસુલી, મજુર ઔદ્યોગિક અદાલત કે પંચ સમક્ષ દાખલ કરવામાં થતાં દાવા, ફરિયાદ, અરજી, અપીલ, રીટ, રિવિઝન અરજી અથવા આવા પ્રકારના અન્ય કેસોમાં કાનૂની સહાય મળી શકે છે. વાંકાનેરમાં મફત કાનૂની સહાય મેળવવા માટે તાલુકા કાનૂની સેવા સમિતિ, ન્યાય મંદિર, સિવિલ કોર્ટ બિલ્ડિંગ, કુવાડવા રોડ વાંકાનેર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ના પી.એલ.વી. હરદેવસિંહ ઝાલા મો. ૯૯૨૫૬૦૦૦૦૭ પર સંપર્ક કરવો.

- text