સેવા સેતુ અંતર્ગત મોરબી નગરપાલિકાના વોર્ડનં ૩ અને ૪ના રહીશોની અરજીઓનો હકારાત્મક નિકાલ

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે સેવા સેતુના પાંચમાં તબક્કા અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા શ્રીરામકૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે વોર્ડ નં. ૩ અને ૪ના પ્રશ્નો નિકાલ કરવા માટે વિવિધ વોર્ડમાં કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબી નગરપાલિકાના હદમાં આવતા વિસ્તારોના રહિશો માટે ગત તા. ૧૩ ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના માધ્યમથી અરજદારોને સ્થળ પર જ પ્રમાણપત્ર આપવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મોરબીની શ્રીરામકૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે રવીવારે વોર્ડ નં. ૩ અને ૪ના બનેલા ક્લસ્ટરના અરજદારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મા અમૃતમ કાર્ડ, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવકના દાખલા, જન્મ-મરણ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના સહિતની કુલ ૫૬૮ અરજીઓ આવેલ હતી. આ અંગેની અરજીનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

- text

અરજીઓ પૈકી આવકના દાખલાની ૭૦, આધાર કાર્ડની ૪૮, મા અમૃતમ કાર્ડની અરજી ૪૩, ઉંમરના દાખલા ૩૭, જન્મ-મરણ પ્રમાણપત્ર ૨૭, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર ૧૯, રાશનકાર્ડમાં નામ દાખલ કરવા ૧૮, રાશનકાર્ડમાં નામ કમી કરવાની ૧૭ તેમજ હેલ્થ વેલનેશ કાર્ડની ૧૭૬ અરજી સહિત વિવિધ યોજનાઓની કુલ ૫૬૮ અરજીઓનો આ સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો અને અરજદારોને સ્થળ પર જ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text