વાંકાનેર : મહિલાને ગળેટૂપો દઈ હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ

- text


માટેલ રોડ ઉપર ગટરમાંથી ગઈકાલે મહિલાની મળી આવેલી લાશના બનાવમાં અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીની પાસેની ગટરમાંથી ગઈકાલે એક મહિલાની દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પોલીસની તપાસમાં આ મહિલાને ગળેટૂંપો દઈ હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દીધી હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે પોલીસે મૃતકના કૌટુંબિક દિયરની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ઢુંવા માટેલ રોડ, સનપાર્ક સીરામીક કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ગટરમાંથી ગઈકાલ ગુરુવારે એક મહિલાની અર્ધનગ્ન અને દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બાદમાં મૃતક મહિલાની લાશ પી.એમ. અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

- text

જેમાં મૃતક મહિલા લીલાબાઈ ઘીસાલાલ લોધા ઉ.વ.50 હોવાની ઓળખ મળી હતી..પ્રથમ નજરે આ બનાવ હત્યાનો લાગતો હોવાનું તારણ નીકળ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસની તપાસમાં આ મહિલાને કોઈ કારણોસર ગળેટૂંપો આપી હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું. આથી, આ બનાવ અંગે મૃતક મહિલાના કૌટુંબિક દિયર બદ્રીલાલ સોમાજી લોધા રહે ઢુંવા માટેલ રોડ ઉપર અમરધામ મંદિર સામે આવેલ સનપાર્ક સીરામીક કારખાનની લેબર કોલોનીમાં અજાણ્યા શખ્સો સામે પોતાની ભાભીને ગળેટૂંપો દઈ હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દીધી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text