મોરબીના ફોટોગ્રાફર જીતુભાઈ ઠક્કર પાસે વર્ષો પહેલાની ગાંધી સ્ટેમ્પનો સંગ્રહ

- text


મોરબી : આ વર્ષે જયારે સમગ્ર રાષ્ટ્ર્ર ગાંધીજીની 150મી જન્મજ્યંતી આનંદ ઉલ્લાસ અને ગૌરવ સાથે ઉજવી રહ્યું છે ત્યારે મોરબીના રહેવાસી વ્યવસાયે ફોટોગ્રાફર એવા જીતુભાઈ ઠક્કર જે ટપાલ ટિકીટ સંગ્રહ કરવાનો શોખ પણ ધરાવે છે. તેમણે પોતાના આ સંગ્રહમાં વિવિધ ગાંધી સ્ટેમ્પ વર્ષો પર્યન્ત જાળવી રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે જીતુભાઈ એક સમાજ સેવકની રૂએ મોરબીમાં વિવિધ સામાજિક અને પર્યાવરણીય પ્રવૃતિઓમાં અગ્રેસર છે. જીતુભાઇ ઠક્કરની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઇને વિવિધ સંસ્થાઓએ તેમનું બહુમાન કરેલ છે. જેમાં રોટરી ક્લબ મોરબી (વોકેશનલ સર્વિસ એવોર્ડ), યુવા જ્ઞાનોત્સવ ટીમ મોરબી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા મોરબી તથા પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ અમરેલી (રજત ચન્દ્ર) વગેરેનો સમાવેશ થાય છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text