મોરબીના સૌમ્ય ત્રિવેદીની સ્કેટિંગ સ્પર્ધામાં રાજ્યકક્ષા માટે પસંદગી

- text


મોરબી : મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ અંર્તગત અન્ડર-11 અને અન્ડર-14 સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ શાળાઓમાંથી 110 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં મોરબીના રહેવાસી સેવી ઇન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થી તથા A-1 સ્પોર્ટ્સ એકેડેમીનુ તાલીમાર્થી સૌમ્ય અમર ત્રિવેદી 1000 મીટર સ્કેટિંગ સ્પર્ધાઓમા ત્રીજો ક્રમાંક મેળવી શાળા, ક્લાસીસ, પરિવાર તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આગામી દિવસોમાં તેઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેઓની આ જવલંત સફળતા માટે શાળા પરિવાર તથા એકેડમીના કોચ કુમાર સર, પરેશ સર તથા ગોપાલ સરે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપી હતી.

- text