અંબાજીમાં મોરબીના માઈ ભક્તો જેમાં સેવા આપે છે એવા ભંડારાને મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો

- text


મોરબી : “અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ”- રાજકોટ દ્વારા સતત 18માં વર્ષના ભવ્ય ભંડારાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમા અંબાજી ખાતે ખુલ્લો મુકાયો હતો. ભાદરવી પુનમ સુધી રાત-દિવસ 24 કલાક માઈ ભક્તો માટે આ ભંડારામાં ભોજન, દવા, વિશ્રામ અને એક્યુપ્રેશરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ એક અઠવાડિયા પહેલા છેલ્લા 18 વર્ષથી વંસતમહારાજની પ્રેરણાથી ભવ્ય ભંડારાનુ આયોજન રાજકોટ અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેમા રાજકોટ-મોરબીના માઈ ભક્તો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. દયા કલ્યાણના નામ સાથે સંસ્થાના પ્રમુખ યોગેશ ભટ્ટ, જયેશ ભાલારા, જગદીશ વાગડિયા, મુકેશભાઈ વાગડિયા, દિપક પાટડીયા, દિનેશભાઈ રાણપરા સહીતના સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત અહી ખડેપગે રહી સેવા આપે છે.

- text

ભાદરવી પૂનમે અંબાજી દર્શનાર્થે પગપાળા જતા માઇ ભક્તો માટે આ એક માત્ર ભંડારો ચાલુ હોય છે. મુખ્યમંત્રી વિજયભાઈ અને તેમના ધર્મપત્ની અંજલિબેનના હસ્તે આ ભંડારો ખુલ્લો મુકાયો હતો. આ તકે માઈ ભક્ત હેતલભાઈ હાજર રહ્યા હતા. આ ભંડારો પુનમ સુધી રાહદારીને વિશ્રામથી લઇ પેટની જઠરાગ્નિ ઠારવા અને દુ:ખાવો થાય તો દવા માટે ખુલ્લો રહેશે. સાથે એક્યુપ્રેશર અને માલિસ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આયોજકોએ માઇ ભક્તોને આ ભંડારાનો લાભ લેવા ભાવભીનો અનુરોધ કર્યો છે.

- text