વરસાદ અપડેટ : મોરબી, ટંકારા અને વાંકાનેરમા સવારે એક ઈંચ

- text


 

મોરબી : મોરબી પંથકમાં થોડા વિરામ બાદ ફરી મેઘસવારી પહોંચી છે. મોરબી, વાંકાનેર અને ટંકારામા સવારે એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ અને માળિયામા વરસાદ નોંધાયો નથી.

- text

મેઘરાજા અગાઉ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઓળધોળ થઈ ગયા હતા. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિરામ લઈને આજે ફરી વરસવાનું શરૂ કર્યું છે. આજે સવારે 4 થી 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 28 મિમી, વાંકાનેરમા 27 મિમી અને ટંકારામા 27 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને માળિયા બન્ને કોરાધાડ રહયા છે.

- text