હળવદમાં કોંગો ફિવરને પગલે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી

- text


ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

હળવદ : હળવદની એક ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરના લક્ષણો લાગુ પડતાની સાથે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર આ કોંગો ફીવર વધુ ન ફેલાઈ તે માટે ઉંધામાથે થઈને સાવચેતીની સઘન કામગીરી કરી રહ્યું છે.ત્યારે આજે ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલ તેમની ટીમ સાથે આજે હળવદમાં કોંગો ફિવરની તપાસ અર્થે દોડી આવ્યા હતા અને સગર્ભા મહિલાઓએ મચ્છરદાનીનું વિતરણ કરી રોગોથી બચવા અંગે સમજણ આપી હતી.હળવદમાં કોંગો ફિવરે ભારે ઉત્પાત મચાવ્યો છે.ખાસ કરીને હળવદ માળીયા રોડ પર આવેલ સિમેટની પ્લાસ્ટિકની થેલી બનાવતી આસ્થા ટેકનોપ્લાસ્ટ નામની ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરની ચાર દિવસ પહેલા અસર થયાનું બહાર આવ્યું હતું.જેમાં ત્રણ મજૂરોને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા છે જેમાં બે મજૂરોને કોંગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.ત્યાર બાદ મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રએ હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વ, ફોગીગ,એબેટ સહિતની સઘન કામગીરી હાથ ધરી હતી.તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને વાડાઓમાં ઇતરડી નાશક દવાનો છટકાવ સહિતની કામગીરી કરી હતી.જ્યારે હળવદની ફેક્ટરીમાંથી વધુ 11 મજૂરોને રાજકોટ મેડિકલ શાખામાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને અન્ય 43 મજૂરોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ અર્થે ખસેડાયા હતા જ્યાં મેડિકલ ચેકઅપ બાદ મજૂરોને રજા આપી દેવાય હતી.

- text

હળવદ તાલુકામાં કોંગો ફિવરની અસરને પગલે તપાસ માટે ગાંધીનગરની એક આરોગ્ય ટીમ આજે દોડી આવી હતી.જેમાં ગાંધીનગરના એપેડેમીક શાખાના રાજપકક્ષાના નાયબ નિયામક ડો.દિનકર રાવલ સહિતની ટીમ આજે હળવદ ખાતે દોડી આવીને તપાસ હાથ ધરી હતી.તેમજ ગુજરાત સરકાર દ્વારા તમામ સગર્ભા બહેનોને તેમજ મેલેરિયા વધુ જોવા મળતા ગામોમા દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પણ ડો. રાવલના હસ્તે હળવદ ખાતે કરવામાં આવ્યું હતું અને રોગોથી બચવા અંગે અગત્યની માહિતી આપી હતી.

- text