ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને થયેલ નુકસાનનું યુદ્ધના ધોરણે રીપેરીંગ કરાવવા ઉઠતી માંગ

- text



મોરબી : ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિના કારણે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ ખેડૂતોને આ ખરાબ રસ્તાઓના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડીરહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવા માંગણી ઉઠી છે.

સરકારી તંત્રની  વહીવટી તંત્રની કાર્ય શિથિલતાને કારણે મંજુરીઓમાં ખુબજ સમય લાગતો હોવાથી આવા રસ્તાઓનું રીપેરીંગ કામ સમયસર થતું નથી. જેના કારણે લોકો તો હેરાન થાય  જ છે સાથોસાથ રોડ રસ્તાઓને વધારે નુકશાન પણ થાય છે. વળી આવા રોડ-રસ્તાઓ પર નાના-મોટા અકસ્માતોનો ભય સતત ઝળૂંબતો રહે છે. આ બાબતે લગતા વળગતા તંત્રોને-અધિકારીઓને યોગ્ય સુચનાઓ આપી આવા કામો તાત્કાલિક ધોરણો થાય તે માટે એડવાન્સમાં પ્રોસીઝર કરવા માટે કે.ડી.બાવરવાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેથી ચોમાસું પૂરું થયે તાત્કાલિક રીપેરીંગ કામ શરુ થઇ શકે અને લોકોને પડતી હાડમારીનો ત્વરિત અંત આવે.

- text

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત સપ્તાહે જ આ બાબતે સમગ્ર રાજ્યના જવાબદાર તંત્રને દિવાળી પહેલા રાજ્યના તમામ રોડ-રસ્તાનું સમારકામ પૂરું કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતુ .ત્યારે હજુ માર્ગ-મકાન વિભાગે એ બાબતે જરા પણ તૈયારીઓ કરી હોય એવું જણાતું નથી. ત્યારે મુખ્યમંત્રીએ આપેલી ડેડલાઈન પહેલા તમામ રસ્તાઓનું રીપેરીંગ કામ થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું.

- text