મોરબીના માધાપરમાં બારેમાસ ગટરના પાણીની સમસ્યા સામે આંદોલનની ચીમકી

- text


નગરપાલિકાના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ કણઝારીયાએ નગરપાલિકાને રજૂઆત કરી આપી આંદોલનની ચીમકી

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં આમ તો બારે માસ ગટરના પાણી ભરાવાણી સમસ્યા રહે છે પરંતુ છેલ્લા એક માસથી ગટરના પાણી ભરવાની સમસ્યાએ માજા મુક્ત રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે. અન્યથા આ મુદ્દે ઉગ્ર આંદોલનનો ચીમકી આપી છે.

- text

મોરબી નગરપાલિકાના પૂર્વ સભ્ય ધર્મેન્દ્રભાઈ કણઝારીયાએ નગરપાલિકાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માધાપર મેઈન રોડ તથા મહેન્દ્રપરા 3 માં ગટરના ગંદા પાણી છેલ્લા એક માસથી ભરેલા છે અને એકથી દોઢ ઇંચ જેટલા ગંદા પાણીમાંથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું પડે છે જેથી માધાપર વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો છે તેમજ જન્માષ્ટમીના તહેવાર નજીક છે અને માધાપર રામજી મંદિર પાસે દર્શન માટે ભક્તો આવતા હોય છે જેથી આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે અને જો સમસ્યા ના ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text