મોરબી નજીક કોલસાનો ઢગલો માથે પડતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર એક સિરામીક યુનિટમાં કોલસાનો ઢગલો માથે પડતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકામાં પીપળી રોડ ઉપર આવેલ મોન્ઝા સિરામીકમાં મોડીરાત્રીના કોલસાની ભઠ્ઠીમાં કામ કરી રહેલા શ્રમિક યુવાન અમીત ઇડાભાઇ વોશ્કેલીયા(ઉ.વ.૨૦) ઉપર કોલસાનો ઢગલો માથે પડતા મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકીએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text