મોરબીમાં ઓવરલોડીગ માલ પરિવહન મામલે નવલખી પોર્ટને નોટિસ

- text


અગાઉની નોટિસમાં નવલખી પોર્ટનો ખુલાસો બેબુનિયાદ ગણાવીને આરટીઓએ ફરી નોટિસ ફટકારી કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી : વાહન વ્યવહાર કમિશનર દ્વારા ચેકિંગ ટીમ ગોઠવાશે

મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસાનું ભારે વાહનોમાં થતા પરિવહન મામલે આરટીઓએ નવલખી પોર્ટને નોટિસ ફટકારી છે જોકે અગાઉની નોટિસમાં નવલખી પોર્ટે જવાબદારીમાંથી હાથ ખખેરી નાખતા ફરી આરટીઓએ નોટિસ ફટકારીને આ જવાબદારી નવલખી પોર્ટની જ હોવાનું જણાવીને આ બાબતે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસા ભરીને ભારે વાહનોમાં પરિવહન થાય છે. જેથી કોલસાની રજકણો ઉડતી હોવાથી ભારે પ્રદુષણ ફેલાઈ છે અને પીપળીયા ચાર રસ્તા પાસે ઓવરલોડ કોલસા ભરેલા ભારે વાહનો પસાર થવાથી પ્રદુષણ થવાની સાથે અકસ્માતોના બનાવ બને છે.જેથી સ્થાનિકોની રજુઆત બાદ આરટીઓ તંત્રએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી અને આરટીઓએ નવલખી પોર્ટેને ઓવરલોડીગ માલ પરિવહન મામલે નોટિસ ફટકારી હતી.ત્યારે નવલખી પોર્ટે આ બાબતે તેમનો કોઈ રોલ ન હોવાનું અને કંપનીઓ પર જવાબદારી ઢોળીને હાથ ઊંચા કરી દીધા હતા.આથી આરટીઓએ આજે ફરી નવલખી પોર્ટને કારણ દર્શક નોટિસ ફટકારીને જણાવ્યું હતું કે, નવલખી પોર્ટે ઓવરલોડીગ માલ પરિવહન મામલે જે કંપનીઓ પર જવાબદારી ઢોળી છે તે યુનાઇટેડ શિપિંગ લી. અને શ્રીજી શિપિંગ પ્રા. લી. દ્વારા ઓવરલોડીગ માલ પરિવહન થાય છે.પણ આ કંપનીઓને નવલખી પોર્ટએ કોન્ટ્રકટ આપ્યો છે.

- text

જેનું નવલખી પોર્ટે દ્વારા પ્રિમાઇસીગ કરવામાં આવે છે.જેથી પોર્ટ કંટ્રોલિગ ઓથોરિટી હોય તેથી પોર્ટની ઓવરલોડીગ બંધ કરવાની જવાબદારી બને છે.આથી ઉપરોક્ત બન્ને કંપનીઓ ઓવરલોડીગ બંધ કરવાની પોર્ટની નૈતિક જવાબદારી બને છે આથી અગાઉનો ખુલાસો રદ ગણાવીને આ બાબતે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.વધુમાં જણાવ્યું હતું કે,આરટીઓએ નવલખી પોર્ટ પર કાર્યરત ત્રણ વે બ્રિજની માહિતી માંગી છે એ હજુ સુધી આપી નથી. તેથી 7 દિવસમાં નવલખી પોર્ટ પરના તમામ બ્રિજની માહિતી આપવા અને ઓવરલોડીગ બંધ ન થાય નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.જયારે આરટીઓ ઓફિસર જે.કે.કા પટેલએ જણાવ્યું હતું કે, ઓવરલોડીગનો ત્રાસ વધુ હોવાથી આ કાર્યવાહી કરી છે અને અઠવાડિયામાં વાહન વ્યવહાર કમિશનર તરફથી ચેકિંગ હાથ ધરાશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text