મોરબી : ટ્રાફિક કંટ્રોલરે એસ.ટી.ના કેશિયરને પથ્થર સાથે બાંધી મચ્છુમાં ફેંકી દેવા ધમકી આપી

- text


મોરબી : મોરબી એસ.ટી. ડેપો ખાતે કંટ્રોલર તરીકેની ફરજ બજાવતા એક કર્મચારીએ બીજા કર્મચારી એવા કેશિયરને માર મારી મચ્છુમાં પથ્થર સાથે બાંધીને ફેંકી દેવાની ધમકી આપ્યાની એક અરજી મોરબી એ.ડીવી.પોલીસ સ્ટેશનમાં આપી છે. આ અરજી અન્વયે મોરબી એ.ડીવી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાં કાંઠે આવેલા રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબી એસ.ટી.ડેપોમાં કેશિયર તરીકેની ફરજ બજાવતા જયંતીલાલ ધનજીભાઈ છનિયારા ફરજ પર હતા ત્યારે આ જ બસ સ્ટેન્ડમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા ધીરુભાઈ એસ.હૂંબલ કે જેને હાલમાં જ ટ્રાફિક કંટ્રોલરની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ 10 રૂપિયાની ચલણી નોટના કુલ 10 બંડલ લઈને આવતા તેઓએ 10 હજાર રૂપિયાની કિંમતની મોટી ચલણી નોટો લાવવાનું કહ્યું હતું. જોકે એક સાથે એટલા રૂપિયાની ચલણી નોટો એક સાથે બદલી શકાય એમ ન હોવાથી જ્યંતીભાઈએ સમયાંતરે નાની નોટ આપીને તેના બદલામાં મોટી ચલણી નોટ બદલી આપવા માટે કહ્યું હતું. જેથી ધીરુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. જોકે જે તે સમયે બોલાચાલી કરીને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ શનિવારે રાત્રે જ્યારે જયન્ટિભાઈ ફરજ પુરી કરીને બાઈક લઈ ઘર તરફ જતા હતા ત્યારે ધીરુભાઈ હૂંબલે પોતાની કારથી જયંતીભાઈના બાઇકને ટક્કર મારી રસ્તા પર નીચે પાડી દીધા હતા અને જ્યંતીભાઈને માર મારી ગાળો આપી ધમકી આપી હતી કે તને પથ્થર બાંધીને મચ્છુ ડેમમાં ફેંકી દેવો છે. આ બનાવ બાદ ભોગ બનનાર એસ.ટી.ડેપોના કેશિયર જ્યંતીભાઈએ મોરબી એ.ડીવી.પોલીસમાં આ બનાવ બાબતે અરજી આપી હતી. જેને આધારે મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા આગળ તપાસ ચાલુ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text