મોરબી : જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : હાલના સમયમાં બેફામ ઔદ્યોગિકરણને પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો છે. પ્રગતિના પંથે ચાલવા માટે આડેધડ કારખાના સ્થપાઈ રહ્યા છે. આ ઉપરાંત વસ્તી સતત વધતી જતી હોવાને કારણે આવાસો વધવાને લીધે સર્વત્ર જંગલોનો નાશ કરીને કોંક્રિટના જંગલો સ્થપાઈ રહ્યા છે. આવા સમયે ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પ્રદૂષણના કારણે લોકો દરરોજ નિતનવા રોગોથી પીડાય છે. વળી, આ વર્ષે સમગ્ર જગતમાં કલાઇમેટ ચેંજની પણ માઠી અસરો જોવા મળી રહી છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. આવા સમયે વૃક્ષો જ વ્હારે આવે છે. આથી સરકાર દ્વારા 70મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાની બહાદુરગઢ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ

મોરબી : તારીખ 03/08/2019ના રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકાની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શાળા વનીકરણ યોજના હેઠળ એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો, વાલીઓ, તથા શાળાના આચાર્ય તાહીરહુસેન મનસૂરી, શાળાના મદદનીશ શિક્ષકો સુરેશભાઈ ધ્રાગા અને અમિતભાઇ કાવરે ખૂબજ સ્વહસ્તે વૃક્ષારોપણ કાર્ય કર્યું હતું.

- text

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં વૃક્ષો વવાયાં

મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં એક બાળ, એક વૃક્ષ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ તથા શિક્ષકોએ પણ બાળકો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય મિલિન્દ કાલુસ્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ શાળાકીય કર્મચારીઓએ ઉત્સાહભેર હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text