મોરબીમાં જમ્મુ કાશ્મીર અંગેના ઐતિહાસિક નિર્ણયના હર્ષભેર વધામણાં, ઠેર ઠેર ઉજવણી

- text


 વિહિપ, બજરેગ દળ, એબીવીપી,આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે મોદી સરકાર પર અભિનંદન વર્ષા કરી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અખંડ ભારતની ઉજવણી કરી

મોરબી : ભારત સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લઈને કાશ્મીર પરની 370ની કલમ હટાવી દઈને અખંડ ભારત બનાવી દેતા સમગ્ર દેશની સાથે મોરબીવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. અને મોરબીમાં સર્વત્ર ઉજવણીનો માહોલ સર્જાયો છે. વિહિપ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, ઓરેવાના સુપ્રીમો જયસુખભાઈ પટેલ સહિતની તમામ સંસ્થાઓએ ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને હર્ષભેર વધાવીને મોદી સરકાર પર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો છે.જ્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટે આજે રાત્રે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ઉજવણી કરી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લો

આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીર પરની કલમ ૩૭૦ તથા ૩૫ એ દુર કરવાનો જે નિર્ણય કરવામા આવ્યો તે બદલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જીલ્લો કેન્દ્ર સરકારને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આજ રોજ મોરબી મુકામે એકાત્મતા ચોક ખાતે સર્વ હિન્દુ સંગઠન દ્વારા આ નિર્ણયની ઉજવણી કરવામા આવી હતી.જેમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જીતુ ભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ સહીતનાઓએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મોદીજી પી.ઓ.કે. પર ભારતના કબ્જા અંગે, કાશ્મીરી પંડીતોના તત્કાલીન પૂનર્વસન તેમજ રામ મંદિર નિર્માણ, ગૌહત્યા પ્રતિબંધીત કાયદા મુદે તત્કાલીન ઉકેલ લાવે તેવી આશા સેવી હતી.

બજરંગ દળ

મોરબીમાં બજરંગ દળે ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને હર્ષભેર વધાવીને ઉજવણી કરી હતી અને કાશ્મીર પરની 370 કલમ હટાવીને ભારત સરકારે અખંડ ભારતનું નવ નિર્માણ કરતા બજરંગ દળના હોદેદારો અને કાર્યકરોએ મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદે ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને વધાવવા હર્ષભેર ઉજવણી કરી હતી અને મોરબીના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તથા કાર્યકરોએ મોદી સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી.અને મોદી સરકાર દેશમાં કાયમ શાંતિ જાળવી રાખવા આવા જ નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

એબીવીપી

મોરબીના અખિલ ભારતીય વિધાર્થી પરિષદે પણ ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયના હર્ષભેર વધામણાં કર્યા હતા અને આ વિદ્યાર્થી સંગઠનના તમામ કાર્યકરોએ આ નિર્ણયને વધાવીને ઉજવણી કરી હતી તેમજ ભારત સરકારને આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઓરેવા ગ્રુપ

- text

કાશ્મીર અંગે લેવાયેલા અૈતિહાસીક નિર્ણય અંગે ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે.ઑરેવા ગ્રુપનાં સુપ્રીમો જયસુખભાઇ પટેલ લિખિત પુસ્તક “સમસ્યા અને સમાધાન” માંથી કશ્મીર સમસ્યા પરનાં તેમના લેખમાંથી કેટલાક અંશો આજે સત્ય પુરવાર થતાં માલુમ પડે છે. આ પુસ્તકમાં કાશ્મીર અંગે જયસુખભાઈના વિચારોનું વર્ણન પણ દર્શાવ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ભારત સરકારના નિર્ણયને વધાવવા આવતીકાલે ઉજવણી કરવામાં આવશે જેમાં તમામ ખાનગી શાળાઓના સંચાલકો અને આચાર્યો તથા શિક્ષકો અને વિધાર્થીઓ આવતીકાલે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરાશે અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપીને આ નિર્ણયના વધામણાં કરાશે .

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ

આજે ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા અખંડ ભારતનું સ્વપ્ન જ્યારે સાકાર થયું છે. ત્યારે ભારતના વીર સપુત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તમામ સાંસદોએ 370 અને ૩૫ A કલમ કાઢી નાખી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામપ્રસાદ મુખર્જી જેવા અનેક વીર પુરુષોને સાચી અંજલી આપી છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટનારાષ્ટ્રભકતો દ્વારા આજે રાત્રે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે, નવા બસ-સ્ટૉપ સામે અખંડ ભારત ઊજવણી કરવામાં આવી હતી.

- text