મોરબી : ઉપરના માળે પરિવારને સૂતો રાખી તસ્કરો દાગીના રોકડ ચોરી ગયા

- text


મોરબી : મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને તસ્કરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહયા છે. જેમાં સામાકાંઠાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ બી.ડીવી.પો. સ્ટેશનમાં નોંધાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભરતસિંહ રાઠોડના મકાનને ગત રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી ભરતસિંહ રાઠોડ પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયા હોય અને નીચે તાળું માર્યું હોય જે તાળું તોડી રાત્રીના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાના દાગીના અંદાજે સાડા ત્રણથી ચાર તોલા અને રૂપિયા ૧૭૦૦૦ની રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ ચોરી કરી ગયા છે. સવારે પરિવાર નીચે આવતા ચોરીના બનાવ અંગે જાણ થતા બી. ડીવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ તપાસ કરી કાર્યવાહી આદરી છે. વધતા જતા ચોરીના બનાવોથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉપસ્થિત થયા છે. ચોરીની આ ઘટના બાદ પોલીસે આજુબાજુના સી.સી.ટીવી ફૂટેજ મારફતે તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text