સીરામીક્ષ એક્સપોમાં ઇસ્ટ આફ્રિકાના બે દિગ્ગજ સંગઠનોના સભ્યો મોટી સંખ્યામા પધારશે

- text


ઇસ્ટ આફ્રિકાના સીરામીક ડિલરો, બીલ્ડર્સ, આર્કિટેક્ટના સંગઠન KNCCI અને EACCI સાથે સીરામીક્ષ એક્સપો ટીમની સફળ મંત્રણા

મોરબી : આગામી નવેમ્બર માસમાં યોજાનાર સીરામીક્ષ એક્સપો 2019ની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સીરામીક્ષ એક્સપોની ટીમે ઇસ્ટ આફ્રિકાના બે દિગ્ગજ સંગઠનો KNCCI અને EACCI સાથે પણ મંત્રણા કરી હતી. જે સફળ નિવડતા બન્ને સંગઠનોના સભ્યો મોટી સંખ્યામાં એક્સપોમાં હાજરી આપવાના છે.આગામી નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્ષ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ અંદાજીત ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.

મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક્ષ એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ સીરામીક્ષ એક્સપો 2019ને વિદેશ ઉપરાંત કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે યોજાનાર આ સિરામિક્ષ એક્સ્પોનું પ્રમોશન વિદેશ ઉપરાંત દેશભરમાં પણ ચાલી રહ્યું છે. સિરામિક પ્રોડક્ટ્સ ધરાવતું દક્ષિણ એશિયાનું આ એક માત્ર એકઝીબિશન હોવાના કારણે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશની દરેક વ્યક્તિ માટે આની મુલાકાત લેવી ફરજિયાત બની જાય છે.

- text

હાલ જે દેશોમાં મોરબીના સીરામીક ઉદ્યોગો માટે વધુ તક રહેલી છે. તે દેશો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાંના એસોસિએશનો સાથે મંત્રણાના દૌર ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક એસોસિએશનો સાથેની મંત્રણાઓ સફળ રહી છે. જેથી હજારોની સંખ્યામાં વિદેશી બાયર્સ આ એક્સપોમાં પધારવાના છે. તાજેતરમા સીરામીક્ષ એક્સપોની ટીમે ઇસ્ટ આફ્રિકાના બે દિગ્ગજ સંગઠનો સાથે મંત્રણા કરી હતી.

જેમાં સમગ્ર ઇસ્ટ આફ્રિકાની સૌથી મોટી ચેમ્બર ઓફ કોમર્સ KNCCI (કેન્યા નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ) જેના 50 હજારથી વધુ સભ્યો છે. જે આફ્રિકાના 5 લાખથી વધુ વેપારીઓ સાથે જોડાયેલી છે. સીરામીક્ષ 2019ના વિશાલ આચાર્ય સાથે સફળ મંત્રણા બાદ KNCCI ખૂબ મોટી સંખ્યામાં તેના સીરામીક ડિલરો, બીલ્ડર્સ, આર્કિટેક્ટ સભ્યો સાથે સીરામીક્ષ 2019ની મુલાકતે આવશે.

સાથે ઇસ્ટ આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ – EACCIએ તેના કેન્યા, યુગાન્ડા તાંઝાનિયા, રવાંડા અને મોઝેમ્બિકના સિરામિક, બાંધકામ અને બિલ્ડિંગ મટીરીયલ સાથે સંકળાયેલા તમામ સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે સિરામિક્ષ 2019માં ભાગ લેવાની તૈયારીનો આરંભ કરી દીધો છે. આ અંગે તેમણે સિરામિકસ 2019 સાથે એમઓયુ સાઈન કરી લીધુ છે. આમ ઇસ્ટ આફ્રિકાના બન્ને સંગઠનોના સંખ્યો મોટી સંખ્યામાં સીરામીક્ષ એક્સપોમાં પધારવાના છે. તેમની હાજરીથી અહીંના સીરામીક ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text