મોરબી : વસુંધરા હોટલ પાસે અકસ્માતમાં અજાણ્યા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીની માળીયા ફાટક ચોકડી નજીક આવેલ વસુંધરા હોટલ પાસે અકસ્માતમાં એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે એક અજાણ્યો યુવાન કોઈ કામસર ચાલીને જઈ રહ્યો હતો.તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ અજાણ્યા યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

 

- text