ટંકારા : 2 મહિલા સહિત 5 જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા

- text


કુલ 294450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારાપોલીસના પેટ્રોલિંગ દરમ્યાન ધુનડા-સજનપર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 મહિલા અને ત્રણ પુરુષને ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પો.સ્ટેશનના પો.સબ.ઇન્સ. એલ.બી.બગડાની આગેવાનીમાં ટંકારા પો.સ્ટેશનના એ-બીટ ઇન્ચાર્જ ફિરોજખાન પઠાણ, પો.હેડ.કોન્સ. ભાવેશભાઈ વરમોરા, પો.કોન્સ. હસમુખભાઈ પરમાર, રીવભાઈ ગઢવી, વિશ્વરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન ધુનડા-સજનપર રોડ પર ઓમ વિલાની પાછળ રમેશભાઈ પટેલની વાડીની બાજુમાં જુગાર અંગે રેડ કરતા સંજયભાઈ હીરાભાઈ સોમૈયા ઉં.વ. 46, રહે, મોરબી ધુનડા રોડ, રવાપર રેસીડેન્સી, જમના ટાવર, બ્લોક નંબર 101, મોરબી, મોહનભાઇ પ્રેમજીભાઈ હડીયલ, ઉં.વ. 34, રહે. મોરબી માધાપર શેરી નંબર-22, તેજપાલ કાનાભાઇ બારૈયા ઉં.વ. 23 રહે. પંચાસર રોડ, પ્રમુખસ્વામી સોસાયટી, શેરી નંબર 2, નયનાબેન બિપીનભાઈ અઘારા, ઉં.વ. 45, રહે. રવાપર રોડ,ગાયત્રી સોસાયટી, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર ઉં.વ. 27, રહે. રણછોડનગર, સાંઈબાબાના મંદિર પાછળ, મોરબી આ પાંચેય જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. સ્થળ પરથી 34950 રૂપિયાની રોકડ રકમ તથા પાંચ નાગ મોબાઈલ કિંમત રૂપિયા 9500, એક સ્વીફ્ટ કાર નંબર G J 36 F 0911 કિંમત રૂપિયા 2,50000 આમ કુલ મળી રૂપિયા 294450ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારાની કલમ 12 મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text