વાંકાનેર : ખનિજના ખનન માટે લોડર ચલાવવા રૂ.10 હજાર માંગીને ધમકી આપી

- text


યુવાને અગાઉ ખનિજચોરી મામલે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના વાંકીયા ગામે ખનિજચોરીના ફોટા ફેસબુક પર અપલોડ કરવા મામલે યુવાનને ખનિજચોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે ખનિજના ખનન માટે લોડર ચલાવવા યુવાને રૂ.10 હજાર માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોધાવી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામે રહેતા સરાફુદિન હાજીભાઈ માથકિયા નામના યુવાને થોડા દિવસો અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે, શાહબુંદીન શેરસિયા સહિતના શખ્સો વાંકીયા ગામે ખનીજચોરી કરતા હોવાથી યુવાને તેના ફોટા પાડી ફેસબુકમાં અપલોડ કરતા આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે આજે સામાપક્ષના શાહબુદીન અમી શેરસિયાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, વાંકીયા ગામે રેતીની લિઝમાં ફરિયાદી તથા હમીરભાઈ કાથળનું લોડર ચાલે છે.તેથી આરોપી સરાફુદીન હાજીભાઈ મથકિયાએ આ લોડર ચલાવવું હોય તો રૂ.10 હજાર આપવા પડશે તેવી માંગણી કરી હતી.પણ ફરિયાદીએ આ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text