સીરામિક્સ એક્સપો ટીમની ગુઆતેમાલા ચેમ્બર ઓફ કોમર્સ સાથે સફળ બેઠક

- text


ગુઆતેમાલા તેમજ તેની આસપાસના દેશોમાંથી 50 જેટલા લીડિંગ બાયર્સનું ડેલીગેશન સીરામિક્સ એક્સપોમાં ભાગ લેશે

મોરબી : સાઉથ અમેરિકાના ગુઆતેમાલા દેશને તેની આસપાસના અનેક દેશોનું સીરામીક ક્ષેત્રનું હબ માનવામાં આવે છે. ત્યારે સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા અહીંના ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠલ યોજવામાં આવી હતી. જે સફળ નિવડતા સીરામિક્સ એક્સપોમાં અહીંથી 50 લીડિંગ બાયર્સનું ડેલીગેશન ભાગ લેવા માટે આવવાનું છે. આગામી નવેમ્બર માસમાં તા. ૨૨ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્સ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.

- text

મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ સીરામીક એક્સપોની ટીમ વિવિધ દેશોમાં બેઠકોનો દૌર ચલાવી રહી છે. જેમાં સીરામિક્સ એક્સપોના ઇન્ટરનેશનલ પ્રમોશન હેડ વિશાલ આચાર્ય દ્વારા ગુઆતેમાલા ચેમ્બર ઓફ કોમર્સ સાથે ભારતીય એમ્બેસેડરની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી.

ગુઆતેમાલા સાઉથ અમેરિકામાં મેક્સિકોની નજીલ આવેલો દેશ છે. આજુબાજુના અનેક દેશો માટે ગુઆતેમાલા સીરામીક ક્ષેત્રનું હબ માનવામાં આવે છે. અહીંના ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજાયેલી બેઠકમાં ભારતીય એમ્બેસેડરે પણ તમામ બાયર્સને સીરામિક્સ એક્સપોમાં ભાગ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ બેઠકમાં વિશાલ આચાર્ય દ્વારા સીરામિક્સ એક્સપોમાં ભાગ લેવાના ફાયદા વિસ્તાર પૂર્વક વર્ણવાયા હતા.

આ બેઠક સફળ રહેતા ગુઆતેમાલા તેમજ આસપાસના દેશોના 50 જેટલા લીડિંગ બાયર્સનું ડેલીગેશન સીરામિક્સ એક્સપોમાં આવવાનું છે. જે સીરામિક્સ એક્સપો માટે ખૂબ ફાયદાકારક રહેશે. વધુમાં સીરામીકસ એક્સપોની ટીમ દ્વારા આગામી દિવસોમાં સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં બેઠકોનો દોર ચલાવવામાં આવશે. જેમાં થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને કંબોડીયા સહિતના દેશોમાં ત્યાંના એસોસિએશનો સાથે બેઠકો કરવામાં આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text