મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી પણ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

- text


વાંકાનેર, માળીયા, ટંકારા, અને હળવદ તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે હાલ એકદમ નોર્મલ સ્થિતિ : ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં તંત્ર ખડેપગે

મોરબી : મોરબી જિલ્લામાં હવે વાયુ વાવાઝોડાની આફત ટળી છે. પણ આજે ભારે પવન ફૂંકવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર મોરબી જિલ્લામાં તંત્ર ખડેપગે રહ્યું છે. જ્યારે મોરબીમાં આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયો છે. જ્યારે હળવદ, માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકામાં એકદમ હળવા પવન સાથે વાતાવરણ ગોરંભાયેલું છે. એથી હાલ મોરબી જિલ્લામાં સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

ગુજરાત તરફ આવતું વાયુ વાવાઝોડું ગઈકાલે જ ઓમાન તરફ ફંટાઈ જતા મોરબી જિલ્લામાં આ આફત ટળી હતી. પણ વાતાવરણની જે સ્થિતિ છે તેને લઈને હજુ પણ મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને અન્ય રાહત બચાવ સહિતની ટીમો ખડેપગે છે. જોકે આજે ભારે પવન ફૂંકવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે સવારથી મોરબીમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે અને જોરદાર પવન ફૂંકવાનો શરૂ થયો છે. જોકે હજુ સુધી ભારે પવનથી ક્યાંય નુકશાનીના સમાચાર મળ્યા નથી. માત્ર ઝીણા ઝીણા છાટા પડે છે એટલે હાલ પરિસ્થિતિ કન્ટ્રોલ હેઠળ છે.

- text

જ્યારે મોરબી સિવાય બાકીના ચારેય તાલુકામાં વાતવરણની સ્થિતિ વિપરીત છે. જેમાં પવન એકદમ સામાન્ય છે અને વાતાવરણ એકદમ ગોરંભાયેલું છે.પણ હજુ નોર્મલ સ્થિતિ છે.જેમાં માળીયા તાલુકા દરિયાઈ પટ્ટી નજીક હોવાથી તેમાં વાવાઝોડાની ગંભીર અસર થવાની ભીતિ હતી.જેને લઈને તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારો ખાલી કરાવી નાખ્યા હતા. પણ હવે ખતરો ટળતા અગરિયાઓ હવે પરત મીઠાના અગરમાં પરત ફરે તેવી શકયતા છે. માળિયામાં હાલમાં વાતાવરણ ગોરંભાયેલું છે અને એકદમ ધીમી ગતિએ પવન ફૂંકાય રહ્યો છે એકદમ નોર્મલ સ્થિતિ વચ્ચે માળિયામાં સામાન્ય જન જીવન છે.

જ્યારે હળવદ તાલુકા પણ આજે નોર્મલ સ્થિતિ છે. વાતાવરણ વાદળછાયું છે અને ધીમી ગતિએ પવન ફૂંકાય રહ્યો છે હજુ કોઈ ગંભીર સ્થિતિ નથી એટલે જન જીવન સામાન્ય છે. સ્થળાંતરિત અસરગ્રસ્તો પોત પોતાની જગ્યાએ સાંજ સુધીમાં પરત જાય તેવી શકયતા છે. જ્યારે વાંકાનેર અને ટંકારામાં પણ નોર્મલ સ્થિતિ છે. વાંકાનેરમાં ગતમોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું બાદમાં આજે વરસાદી વાતાવરણમાં માત્ર ઝીણા ઝીણા છાંટા પડે છે. પવનની નોર્મલ સ્થિતિ છે. તેમજ ટંકારામાં વાદળછાયું વાતાવરણ છે. પણ હજુ સુધી વરસાદ પડ્યો નથી.પવન એકદમ નોર્મલ છે આથી જનજીવન રાબેતા મુજબ છે. જોકે મોરબી જિલ્લામાં વાતાવરણ વરસાદી હોવાથી સંભવિત સ્થિતિને પહોંચી વળવા તંત્ર હજુ એક્શન મોડ ઉપર રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text